નખત્રાણા તાલુકાના આમારા તથા ખીરસરા(નેત્રા) ગામોની સીમ વિસ્તારમાં આવેલ અલગ-અલગ પવનચક્કીઓમાં લાગેલ અર્થિંગ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ-નખત્રાણા નાઓએ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ અર્ચિંગ કેબલ ચોરીના અન-ડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચનાઓ આપેલ હોઇ. જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી જે.ડી.સરવૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ રસલિયા ઓ.પી. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ ઇકો ગાડી સાથે નેત્રા ગામની દક્ષિણી સીમ વિસ્તારમાં શંકા-સ્પદ રીતે જોવામાં આવેલ જેથી તુરંત બાતમી હકિકત વાળી જગ્યાએ જતા નેત્રા ગામની સીમમાં આવેલ પવનચક્કી નં.૨૦૯ પાસે એક ઇસમ હાજર હોઇ અને તેની બાજુમાં એક ઇકો ગાડી જેના રજી નં. GJ 10 TV 6313 વાળી પણ ઉભેલ જોવામાં આવેલ જેથી મજકૂર ઇસમનું નામઠામ પુછતા પોતે-પોતાનું નામ વનરાજ ડેપાભા માણેક(વાઘેર) ઉ.વ.૨૫ મુળ રહે.ગાંધવી તા.કલ્યાણપુર જી.દેવભુમિ દ્વારકા હાલે રહે.ફિલ્મ ટોકીજની બાજુમાં દ્વારકા તા.કલ્યાણપુર જી.દેવભુમિ દ્વારકા વાળો હોવાનું જણાવેલ તેને યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા તેણે નખત્રાણા તાલુકાના અલગ-અલગ ગામોની સીમ વિસ્તારમાં આવેલ પવનચક્કીઓમાં અર્થિંગ કેબલ વાયરની ચોરીઓની કબુલાત આપેલ હોઇ જેથી તેમના વિરૂધ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આરોપીના કબ્જામાંથી મળી આવેલ રોકડા , ઇકો ગાડી , એન્ડ્રોઇડ મોબાઇલ ફોન , કેબલ વાયર કાપવાની આરી , નાની-મોટી પકડ , કટર , નાના મોટા રીંગ પાના સહિત એમ કુલ્લે કિં.રૂ.૧,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. આ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:- પો.ઇન્સ. શ્રી જે.ડી.સરવૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ ASI જયંતીભાઇ માજીરાણા તથા સબીરભાઇ બાયડ તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. મોહનભાઇ આયર તથા નરેન્દ્રસિંહ સોઢા તથા મોહનભાઇ ગઢવી તથા મીતકુમાર પટેલ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરવામાં આવી હતી પ્રખ્યાત ગુજરાત ન્યુઝ સાથે રિપોર્ટર રમજાન રાયમા ઐયર કચ્છ
