Posts

પીડિત પરિવાર ના જીવન પર જોખમ હોવાની આશંકા કંડલા મરીન પોલીસ સ્ટેશન માં પી. આઈ શ્રી ને આવેદન આપી રજૂઆત

Image
યુવકના શંકાસ્પદ મૃત્યુની ઘટના સંદર્ભે બહુજન આર્મી સંગઠન દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને મુક્ત યુવકના પરિવારજનોને ન્યાય અપાવવા અને સમગ્ર પ્રકરણની પારદર્શક તથા નિપક્ષ તપાસ હાથ ધરે તે હેતુસર બહુજન આર્મીના આગેવાનોએ અને કાર્યકર્તા હોય મોટી સંખ્યામાં કંડલા મરીન પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા ઘટના અંગે વિગતવાર રજૂઆત કરતા સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતક યુવકના પરિવારજનો દ્વારા અગાઉથી જ શંકા ના ડાયરામાં આવતી ચાર અલગ અલગ વ્યક્તિઓ સામે નામ જોગ શંકા વ્યક્ત કરવામાં આવી છે આ ગંભીર બાબત ને ધ્યાને રાખી ને પોલીસે આ દિશામાં સધન અને નિપક્ષ તપાસ કરવી અત્યંત આવશ્યક છે જેથી સત્ય બહાર આવી શકે અને દોશીતો સામે કાયદેસરની કડક કારવાહી થઈ શકે વધુમાં પીડિત પરિવારજનોના જીવન ઉપર હાલ જોખમ હોવાની ગભીર આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે પરિવારની સુરક્ષા ને સર્વોપરી ગણીને તેમને તાત્કાલિક ધોરણે યોગ્ય પોલીસ રક્ષણ પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે તેવી સખત માંગ સાથે કંડલા પોલીસ સ્ટેશન ના પી.આઈ શ્રી ને સત્તાવાર રીતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે  રિપોર્ટર ભાવેશભાઈ રાઠોડ 

અખિલ કચ્છ રાયમા રાઉમા સમાજના પ્રમુખ તરીકે હાજી જુમ્મા રાયમા ની વરણી

Image
  કચ્છના 95 ગામના રાયમા રાઉમા સમાજની ધૂરા હવે અદા હાજી જુમા રાયમાના હાથમાં, માંડવી ખાતે 400 આગેવાનોની હાજરીમાં બિનહરીફ વરણી. આખા કચ્છની રાયમા રાઉમા સમાજ માટે આજે ઐતિહાસિક દિવસ ઉગ્યો છે. માંડવીની પવિત્ર ધરતી પર, હઝરત ઈટારા પીરના કમ્પાઉન્ડમાં સમાજનું દિલ ધડક્યું અને એક અવાજે નિર્ણય લેવાયો. આજે મંગળવારના રોજ કચ્છના ખૂણે ખૂણેથી સમાજના 400થી વધુ આગેવાનો માંડવી ખાતે એકઠા થયા. પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન અને પૂર્વ ઝોનના એક આગેવાનની આંખમાં એક જ નામ હતું. એક જ માંગ હતી. હાજી જુમા રાયમાને પ્રમુખ બનાવો. કચ્છના 95 ગામમાં પથરાયેલા રાયમા રાઉમા સમાજની લાગણી આજે રંગ લાવી. સમગ્ર સમાજના અગ્રણી અને ગાંધીધામના મોભી હાજી જુમા રાયમાની અખીલ કચ્છ રાયમા રાઉમા સમાજના જીલ્લા પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી. જેવી જાહેરાત થઈ કે આખું સંકુલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. ઉપસ્થિત આગેવાનોએ હાજી જુમા રાયમાને સાલ ઓઢાડી અને ફૂલહારથી લાદી દીધા. એ સન્માન માત્ર એક વ્યક્તિનું નહોતું. એ સન્માન સમાજની એકતા અને વિશ્વાસનું હતું સમાજની આ અસીમ મોહબ્બત અને લાગણી જોઈને મીઠા હાજી જુમા રાયમાની આંખો ભીની થઈ ગઈ. તેમણે બે હાથ જોડીને સ...

સંનિષ્ઠ અધિકારી નો વિદાય સન્માન સમારોહનું આયોજન

Image
 કચ્છના નખત્રાણા તાલુકાના ICDS વિભાગ માં  મુખ્યસેવીકા શ્રીમીનાબેન ગોર અને શ્રીહંસાબેન વાઘેલા જેઓ ની નોકરી ની શરૂઆત પહેલા એક આંગણવાડી વર્કર  તરીકે કરેલ અને આંગણવાડી વર્કર  તરીકે ની એમની સારી કામગીરી કરેલ ત્યારબાદ સુપરવાઈઝર નું પ્રમોશન મળ્યું ત્યારબાદ  સુપરવાઇઝર તરીકે સુંદર કામગીરી બજાવેલ ને મુખ્ય સેવિકા ની કામગીરી સાથે સીડીપીઓ ક્લાસ ટુ અધિકારી ની પરીક્ષા આપીને પરીક્ષામાં પાસ થઈને એમને હાલે તાજેતરમાં બંને મુખ્યસેવીકાઓને CDPO તરીકે ક્લાસ ટુ અધિકારી  તરીકે તારીખ: ૦૮/૦૬/૨૦૨૬ ના રોજ બઢતી મળતા તે બદલ તેઓનું તારીખ.૧૧/૦૬/૨૦૨૬ ના રોજ વિદાય સમારોહ રાખવામાં આવેલ હતું જેમાં નખત્રાણા-કચ્છ ICDS નો તમામ સ્ટાફ અને નેત્રા-કચ્છ સેજા ના બિનાબેન દવે , પોકાર ભાવનાબેન , અનસૂયાબેન સોલંકી,  અને અન્ય વર્કર/હેલ્પર બહેનો તરફથી શ્રી મીનાબેન ગોર અને શ્રીહંસાબેન વાઘેલા ને વિદાય માન આપવામાં આવ્યુ હતું ઉપરોક્ત વિદાય સમારોહ નો કાર્યક્રમ CDPO મેડમ શ્રીશાંતાબા ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતું શ્રી મીનાબેન ગોર અને શ્રીહંસાબેન વાઘેલા ની વર્કર બહેનો અને ICDS સ્ટાફ ની સાથે  ...

મથલ મુકામે નખત્રાણા તાલુકા કુંભાર સમાજનો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો

Image
 નખત્રાણા તાલુકાના મથલ ગામે આજ રોજ નખત્રાણા તાલુકા કુંભાર સમાજ દ્વારા ભવ્ય શૈક્ષણિક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના તેજસ્વી તારલાઓ એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સમાજના આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ દીની શિક્ષણ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર સમાજના યુવાનોને પણ બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મહેમાન તરીકે કુંભાર હાજી ઈશાક ઈબ્રાહીમ (અધ્યક્ષ), હાજી મુસા નખત્રાણા, રજાકભાઈ કોટડા (પ્રમુખ, નખત્રાણા તાલુકા કુંભાર સમાજ), હાજી ફકીરમોહમ્મદભાઈ કુંભાર નેત્રા (ઉપપ્રમુખ), ભચુભા કુંભાર વિથોણ (ઉપપ્રમુખ), હાજી સાલેમામદ રવાપર, મામદ મુસા મથલ, ઉમરભાઈ કુંભાર માતાના મઢ, હનીફભાઈ નલિયા, ગનીભાઈ નલિયા, રજાકભાઈ કોટડા મઢ, હાજીભાઈ માતાના મઢ, ડો. ઈશાભાઈ વૈદ (નેત્રા), આભાસભાઈ નેત્રા, સુલતાનભાઈ વિગોડી, હાજી ગની નખત્રાણા, ઈશાભાઈ દયાપર, મજીદભાઈ નલિયા, હાજી હમીદ કોટડા, હુસેનભાઈ દેવપર, હાસમભાઈ નિરોણા, મુબારકભાઈ આમારા, હાજી અયુબ જીયાપર, સિદ્દીકભાઈ કુંભાર રવાપર, જુસબભાઈ રવાપર, ફકીરમામદભાઈ ખોંભડી સહિત સમાજના અનેક આગેવાનો ...

કચ્છ જિલ્લાના વક્ફ ટ્રસ્ટોને UMEED પોર્ટલમાં નોંધણી માટે વધુ સમયવધારો આપવા ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ સમક્ષ અરજી

Image
  કચ્છ જિલ્લાના વિવિધ વક્ફ ટ્રસ્ટો, દરગાહો, મસ્જિદો, કબ્રસ્તાનો તથા અન્ય વક્ફ મિલકતોને કેન્દ્ર સરકારના UMEED પોર્ટલ પર નોંધણી અને જરૂરી વિગતો અપલોડ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધુ 4 (ચાર) મહિનાનો સમયવધારો આપવામાં આવે તેવી માંગ સાથે 'કચ્છ જિલ્લા વક્ફ સુરક્ષા સમિતિ નાં અધ્યક્ષ' પીર સૈયદ કૌસરઅલીશાહ હાજી મખદુમઅલી બાપુ (મુતવલ્લી , એનાયતશાહ બાપુ ની દરગાહ અને તકિયા વક્ફ ટ્રસ્ટ) એ ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ, ગાંધીનગર સમક્ષ અરજી દાખલ કરી છે. આ અરજી અને કચ્છ જિલ્લાના વસ્ફોના હિતોની રક્ષા માટે કરવામાં આવેલા પ્રયાસોમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખશ્રી સલીમભાઈ જત, શ્રી અબ્દુલભાઈ રાયમા તેમજ અન્ય આગેવાનો દ્વારા મહત્વપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે કચ્છ જિલ્લાના વિવિધ વક્ફ ટ્રસ્ટો અને સંસ્થાઓ નાં પ્રશ્નો ને ધ્યાન માં રાખી ને સમયવધારા ની માંગ ને સમર્થન આપ્યું હતું તથા વક્ફ મિલકતો ના સંરક્ષણ અને કાનૂની હિતોની જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ અરજી કચ્છ જિલ્લાના વક્ફોના હિત, સંરક્ષણ અને કાનૂની અધિકારો જળવાઈ રહે તે હેત...

મહીસાગર જિલ્લાના આંગણવાડી કાર્યકર બહેનનું તેમના ઉપરી અધિકારીઓના ટોર્ચર ના કારણે મૃત્યુ થતા યુનિયન આગેવાનોએ તેમના પરિવાર ની મુલાકાત લીધી, ન્યાય અપાવવા રણનીતિ બનાવી

Image
  અખબારી યાદી 26 મે 2026   કામનો બોજ, 75% પગાર કાપ અને અધિકારીઓના માનસિક ટોરચરિંગના કારણે મહીસાગર જિલ્લામાં  આંગણવાડી કાર્યકર નો  લેવાયેલો ભોગ. કોમા બાદ મોત.. ફેકટ ફાઇન્ડિંગ ટીમ ની મુલાકાતમાં ઘટસ્પોટ   છ માસથી પોષણ આહાર ના બિલોના ચુકવણા ના થતા આંગણવાડી વર્કર આર્થિક મુસીબતમાં   મુખ્યમંત્રી અને ચાર કેબિનેટ મિનિસ્ટરોની હૈયાધારણા છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંગણવાડી વર્કરોમા ભારેલા અગ્નિની સ્થિતિ   સરકારે દેવાળું ફૂંક્યું છે?પાંચ મહિના ના બિલો સહિત અનેક ખર્ચના બીલો બાકી... આંગણવાડી વર્કર લેણિયાત બની  ----------------------------  સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની અખબારી યાદીમાં જણાવાયું છે કે   આજરોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ગામ લીંબડી ખાતે ફેક્સ ફાઈન્ડિંગ ટીમની મુલાકાત લેવામાં આવી હતી.  સીટુ ના મહામંત્રી અરુણ મહેતા, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાશબેન રોહિત, ઉપપ્રમુખ નસીબ બેન મકરાણી, સી ટુ ના ઉપપ્રમુખ અશોકભાઈ સોમપુરા, મંત્રી ડાયાભાઈ જાદવ, ડીવાયએસઆઇ ના ...

તૂટતા રસ્તાનું દર્દ, જાગ્યો ઐયરનો સપૂત રાયમા કરીમ આમદની બૂમ અમારા ગામનો રસ્તો બચાવો સાહેબ

Image
  સરકારી કાગળોની ભાષા કડક હોય છે, પણ એની પાછળ છુપાયેલું દર્દ કોઈ વાંચતું નથી. દેશલપર-હાજીપીર રોડની હાલત જોઈને નખત્રાણા તાલુકાના ઐયર ગામના જાગૃત નાગરિક રાયમા કરીમ આમદ ભાઈનું દિલ રડી પડ્યું છે. નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, માર્ગ અને મકાન પેટા વિભાગ નખત્રાણાએ 01/05/2025 ના રોજ પ્રાંત અધિકારીને પત્ર લખ્યો. વિષય હતો.? દેશલપર-હાજીપીર રોડ પર ભારે વાહનોના પ્રતિબંધ અંગેના જાહેરનામાનો ચુસ્ત અમલીકરણ બાબત. કિ.મી. 0/0 થી 32/0 સુધી રસ્તાની સુધારણા ચાલુ છે. જીલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ-ભુજે ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. છતાંય કેટલાક વાહન ચાલકો જાહેરનામાને ઘોળીને પી ગયા છે. રોજ રાત્રે ભારે ટ્રકો ધમધમાટ કરતી નીકળે છે. તાજા બનેલા રસ્તાની છાતી પરથી પસાર થઈને એને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. આ જોઈને ઐયર ગામના રાયમા કરીમ આમદ ભાઈથી રહેવાયું નહીં. રોજ આ રસ્તે આવતા-જતા આ ભાઈની આંખો ભીની થઈ જાય છે. એ કહે છે, "સાહેબ, આ રોડ અમારા માટે જીવાદોરી છે. હાજીપીર દાદાના દર્શને જવું હોય, ખેતીનો માલ બજારે લઈ જવો હોય, કે કોઈ માંદાને દવાખાને લઈ જવો હોય - બધું આ જ રસ્તે. જો આ રોડ તૂટી જશે તો અમારા ગામડા ફરી 20 વર્ષ પાછ...