અખિલ કચ્છ રાયમા રાઉમા સમાજના પ્રમુખ તરીકે હાજી જુમ્મા રાયમા ની વરણી
કચ્છના 95 ગામના રાયમા રાઉમા સમાજની ધૂરા હવે અદા હાજી જુમા રાયમાના હાથમાં, માંડવી ખાતે 400 આગેવાનોની હાજરીમાં બિનહરીફ વરણી.
આખા કચ્છની રાયમા રાઉમા સમાજ માટે આજે ઐતિહાસિક દિવસ ઉગ્યો છે. માંડવીની પવિત્ર ધરતી પર, હઝરત ઈટારા પીરના કમ્પાઉન્ડમાં સમાજનું દિલ ધડક્યું અને એક અવાજે નિર્ણય લેવાયો.
આજે મંગળવારના રોજ કચ્છના ખૂણે ખૂણેથી સમાજના 400થી વધુ આગેવાનો માંડવી ખાતે એકઠા થયા. પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન અને પૂર્વ ઝોનના એક આગેવાનની આંખમાં એક જ નામ હતું. એક જ માંગ હતી. હાજી જુમા રાયમાને પ્રમુખ બનાવો.
કચ્છના 95 ગામમાં પથરાયેલા રાયમા રાઉમા સમાજની લાગણી આજે રંગ લાવી. સમગ્ર સમાજના અગ્રણી અને ગાંધીધામના મોભી હાજી જુમા રાયમાની અખીલ કચ્છ રાયમા રાઉમા સમાજના જીલ્લા પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી.
જેવી જાહેરાત થઈ કે આખું સંકુલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. ઉપસ્થિત આગેવાનોએ હાજી જુમા રાયમાને સાલ ઓઢાડી અને ફૂલહારથી લાદી દીધા. એ સન્માન માત્ર એક વ્યક્તિનું નહોતું. એ સન્માન સમાજની એકતા અને વિશ્વાસનું હતું
સમાજની આ અસીમ મોહબ્બત અને લાગણી જોઈને મીઠા હાજી જુમા રાયમાની આંખો ભીની થઈ ગઈ. તેમણે બે હાથ જોડીને સૌ આગેવાનોનો દિલથી આભાર માન્યો. તેમણે કહ્યું કે આ ખુરશી નથી, આ જવાબદારી છે. તમારા બધાના સાથ વિના હું એકલો કંઈ નથી. સમાજના છેવાડાના માણસના વિકાસ માટે હું દિવસ રાત એક કરીશ.
આજથી કચ્છના 95 ગામની રાયમા રાઉમા સમાજને નવો સારથી મળ્યો છે. નવી દિશા મળી છે. સમાજના એક એક યુવાન, એક એક વડીલના દિલમાં આશાનું નવું કિરણ જાગ્યું છે.
પ્રખ્યાત ગુજરાત ન્યુઝ સાથે રિપોર્ટર રમજાન રાયમા ઐયર કચ્છ
