યાકુબ મુતવા ને કલેકટર ઓફિસમાં ખુલ્લેઆમ ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા આપી ધમકી
ધારાસભ્ય પ્રદુમન સિંહ જાડેજા દ્વારા જાહેરમાં કેમેરા સામે મને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી છે મને પોલીસ કેસમાં ફસાવી દેવામાં આવશે અને મારી પાસે લોકો છે.તેવી જાહેર ધમકી આપવામાં આવી છે હું ઘણા સમયથી કચ્છના લોકોના હિત માટે – રોડ, રસ્તા પાણી શિક્ષણ સ્થાનિક રોજગાર, તેમજ પ્રાથમિક સુવિધાઓ માટે નિઃસ્વાર્થ પડે કોઈ પણ નાતજાત જોયા વગર સતત હુ ન્યાય અપાવવા માટે પ્રયત્ન કરી રહો છું જે અમુક કંપનીઓના હિત માટે કામ કરતા રાજકીય સામાજિક આગેવાનો ગમતું ના હોવા થી વારે ગળિયે એનકેન પ્રકારે મારું અવાજ દબાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે જેના ભાગ રૂપે આજે પણ મારી સાથે અબડાસા વિધાનસભા ના પ્રથમ નાગરિક અને જવાદાર વ્યક્તિ એવા ધારાસભ્ય શ્રી પ્રદુમન સિંહ જાડેજા દ્વારા કલેક્ટર ઓફિસના પટાંગણમાં ઓફિસ અંદર મને હાજીપીર રોડના કલેક્ટર શ્રી દ્વારા જે જાહેરનામાં માં મીઠા પરિવહન કરતી ટ્રક માટે રૂટ બનાવવામાં આવેલ એ જાહેરનામાનો ઉલંઘન કરી ઘત 8 ત્રણ ના રોજ ધારાસભ્ય ના મળતિયાઓ દ્વારા 30 થી 35 ટ્રકો પોતાની જો હુકમી અને દાદાગીરી થી ઢોરો લુડબાય રોડ ઉપર થી પસાર કરવા પ્રયત્ન કરેલ જેનું ગ્રામ જનો દ્વારા વિરોધ કરવામાં આવેલ જે ગામ લોકોનો અધિકાર છે હુ હિંસક કોઈ પણ પ્રોગ્રામ ને માનતું નથી હુ કાયદા નો પાલન કરું છુ ટ્રકો માટે રોડ નથી જેનું મનદુઃખ રાખી ધારાસભ્ય શ્રી પ્રદુમનસિંહ જાડેજા દ્વારા કલેક્ટર ઓફિસમાં મારી સાથે સરેઆમ અશોભનીય વર્તન કરી મારી બે ઇજ્ઝતી કરેલ તેમજ સાશન અને પ્રશાસન મારા ખીસાના લાડુ છે જેનું ઉપયોગ કરી ખોટા કેસોમા ફિટ કરાવી દેવાની ધમકીઓ આપેલ તેમજ આગળ પણ ધારાસભ્ય શ્રી ના વિરોધમાં જે લોકોએ આવાજ ઉપાડ્યો છે એની શુ હાલત થઈ છે એનાથી પણ તારી ખરાબ હાલત થશે મને ગર્ભિત ધમકી આપેલ છે તો વિચારવાનું એ રહ્યું કે આવા માથાભારે શખ્સો કલેક્ટર ઓફિસની અંદર આવી ધમકીઓ આપી શકતા હોય તો મારા જેવા નાના માણસની સુરક્ષા નો બીજો કોઈ વિકલ્પ રહેતો નથી હુ કરછના એક દુર્ગમ વિસ્તાર છેવાડા ગામ ઢોરો મધ્યે રહુ છું તો ત્યા મારી જાન અને માલની નુકસાનીના થાહે તેની બાહેદરી કોણ આપશે જ્યાર થી ધારાસભ્ય શ્રી એ મને ધમકી આપેલ છે ત્યાર થી હૂ સતત ભયભીત અને માનસિક રીતે અસ્વસ્થતા અનુભવું છું જેના અનુસંધાને મને જાનહાનિ ના થાયે અને ખોટા કેસોમા મને ફિટ ના કરાવી દે તેના માટે હુ આવતી કાલે માનનીય એસપી શ્રી કરછને રજુઆત તેમજ ધારાસભ્ય વિરોધ કાયદાકીય પગલા ભરવા માટે FIR દાખલ કરાવવા માટે જઈ રહો છુ મને અપેક્ષા છે પોલીસ તંત્ર મને પૂરતો પ્રોટેક્શન સાથ સહકાર આપશે અને માથાભરે ધારાસભ્ય જો કલેક્ટર કચેરીમાં ધમકી આપતા હોય તો એના વિરોધ કડક મા કડક કાર્યવાહી કરશે તેમ છતાં મને કઈ પણ જાન માલ નો નુકસાન થશે તેમનું સંપૂર્ણ જવાબદાર ધારાસભ્ય પ્રદુમન સિંહ જાડેજા રહેશે
નોંધ હુ સતત જીવતો હોઈશ ત્યા સુધી ગરીબ મઝલૂમ લોકોના હક માટે લડતો રહીશ આમ કરતા જો આવી નાસૂરી તાકતો દ્વારા મને જાન માલનો નુકસાન થશે તો પણ અફસોસ નહીં રહે તેથી હું કચ્છ જિલ્લાના તમામ સૈયદ સાદાત અલીમો નાગરિકો, સામાજિક સંસ્થાઓ,ના પ્રમુખો વકીલો, યુવાનો મીડિયા મિત્રો ને વિનંતી આદર પૂર્વક કરું છું કે આ ઘટનાને ગંભીરતાથી લઈને સત્ય માટે અવાજ ઉઠાવવા મારી સાથે ઉભા રહો.મારી જાનને નુકસાન છે અગાઉ એમના લોકો દ્વારા અનેક લોકો ઉપર હુમલાઓ કરવામાં આવ્યા છે તો તારીખ 10/03/2026 = સમય બપોરે 12 કલાકે = સ્થળ: બાબ સાહેબ આંબેટકર પ્રતિમા કોર્ટની બાજુકા ટાઉન હોલ ભુજ કરછ તેવું યાકૂબ મૂતવા ખુદ એ જણાવ્યું હતું રિપોર્ટર મિનાક્ષી મહેશ્વરી મુરૂ કચ્છ
