તૂટતા રસ્તાનું દર્દ, જાગ્યો ઐયરનો સપૂત રાયમા કરીમ આમદની બૂમ અમારા ગામનો રસ્તો બચાવો સાહેબ

 


સરકારી કાગળોની ભાષા કડક હોય છે, પણ એની પાછળ છુપાયેલું દર્દ કોઈ વાંચતું નથી. દેશલપર-હાજીપીર રોડની હાલત જોઈને નખત્રાણા તાલુકાના ઐયર ગામના જાગૃત નાગરિક રાયમા કરીમ આમદ ભાઈનું દિલ રડી પડ્યું છે.

નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, માર્ગ અને મકાન પેટા વિભાગ નખત્રાણાએ 01/05/2025 ના રોજ પ્રાંત અધિકારીને પત્ર લખ્યો. વિષય હતો.? દેશલપર-હાજીપીર રોડ પર ભારે વાહનોના પ્રતિબંધ અંગેના જાહેરનામાનો ચુસ્ત અમલીકરણ બાબત.

કિ.મી. 0/0 થી 32/0 સુધી રસ્તાની સુધારણા ચાલુ છે. જીલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ-ભુજે ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. છતાંય કેટલાક વાહન ચાલકો જાહેરનામાને ઘોળીને પી ગયા છે. રોજ રાત્રે ભારે ટ્રકો ધમધમાટ કરતી નીકળે છે. તાજા બનેલા રસ્તાની છાતી પરથી પસાર થઈને એને મોતને ઘાટ ઉતારી રહ્યા છે.

આ જોઈને ઐયર ગામના રાયમા કરીમ આમદ ભાઈથી રહેવાયું નહીં. રોજ આ રસ્તે આવતા-જતા આ ભાઈની આંખો ભીની થઈ જાય છે. એ કહે છે, "સાહેબ, આ રોડ અમારા માટે જીવાદોરી છે. હાજીપીર દાદાના દર્શને જવું હોય, ખેતીનો માલ બજારે લઈ જવો હોય, કે કોઈ માંદાને દવાખાને લઈ જવો હોય - બધું આ જ રસ્તે. જો આ રોડ તૂટી જશે તો અમારા ગામડા ફરી 20 વર્ષ પાછળ જતા રહેશે.

પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે નિર્ધારિત માપદંડો મુજબ તૈયાર થઈ રહેલો રસ્તો, સેટિંગ પિરિયડ દરમિયાન ભારે વાહનોની અવર-જવરથી નુકસાન થવાની શક્યતા છે. વારંવાર સૂચના આપવા છતાં જાહેરનામાનો સરેઆમ ભંગ થાય છે.

રાયમા કરીમ આમદ જેવા જાગૃત નાગરિકોની એક જ માંગ છે - પોલીસ તંત્ર અને સંબંધિત વિભાગ કડક બને. પ્રતિબંધિત માર્ગ પરથી પસાર થતા ભારે વાહનો સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી થાય. તો જ કરોડો રૂપિયાના ખર્ચે બનતો આ રોડ ટકશે, અને અમારા ગામડાનું ભવિષ્ય બચશે

સરકાર સાંભળે છે? કે પછી રાયમા કરીમ આમદ જેવા દર્દીઓની બૂમ ફાઈલોમાં જ દટાઈ જશે પ્રખ્યાત ગુજરાત ન્યુઝ સાથે રિપોર્ટર રમજાન રાયમા ઐયર કચ્છ 

Popular posts from this blog

યાકુબ મુતવા ને કલેકટર ઓફિસમાં ખુલ્લેઆમ ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા આપી ધમકી

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ચાલતા લુણી મધ્યે ના સ્વનિર્ભર તાલીમ કેન્દ્ર ની તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા

નખત્રાણા તાલુકાના આમારા તથા ખીરસરા(નેત્રા) ગામોની સીમ વિસ્તારમાં આવેલ અલગ-અલગ પવનચક્કીઓમાં લાગેલ અર્થિંગ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ