મથલ મુકામે નખત્રાણા તાલુકા કુંભાર સમાજનો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો


 નખત્રાણા તાલુકાના મથલ ગામે આજ રોજ નખત્રાણા તાલુકા કુંભાર સમાજ દ્વારા ભવ્ય શૈક્ષણિક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના તેજસ્વી તારલાઓ એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સમાજના આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ દીની શિક્ષણ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર સમાજના યુવાનોને પણ બિરદાવવામાં આવ્યા હતા.


કાર્યક્રમમાં મહેમાન તરીકે કુંભાર હાજી ઈશાક ઈબ્રાહીમ (અધ્યક્ષ), હાજી મુસા નખત્રાણા, રજાકભાઈ કોટડા (પ્રમુખ, નખત્રાણા તાલુકા કુંભાર સમાજ), હાજી ફકીરમોહમ્મદભાઈ કુંભાર નેત્રા (ઉપપ્રમુખ), ભચુભા કુંભાર વિથોણ (ઉપપ્રમુખ), હાજી સાલેમામદ રવાપર, મામદ મુસા મથલ, ઉમરભાઈ કુંભાર માતાના મઢ, હનીફભાઈ નલિયા, ગનીભાઈ નલિયા, રજાકભાઈ કોટડા મઢ, હાજીભાઈ માતાના મઢ, ડો. ઈશાભાઈ વૈદ (નેત્રા), આભાસભાઈ નેત્રા, સુલતાનભાઈ વિગોડી, હાજી ગની નખત્રાણા, ઈશાભાઈ દયાપર, મજીદભાઈ નલિયા, હાજી હમીદ કોટડા, હુસેનભાઈ દેવપર, હાસમભાઈ નિરોણા, મુબારકભાઈ આમારા, હાજી અયુબ જીયાપર, સિદ્દીકભાઈ કુંભાર રવાપર, જુસબભાઈ રવાપર, ફકીરમામદભાઈ ખોંભડી સહિત સમાજના અનેક આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન અખિલ કચ્છ કુંભાર સામાજ ના યુવા પ્રમુખ હારૂનભાઈ કુંભાર (નેત્રા) અને મજીદ સાહેબ વમોટીવાડા દ્વારા શિક્ષણ અને સમાજ વિકાસ વિષયક પ્રેરણાદાયી શાબ્દિક પ્રવચન આપવામાં આવ્યા હતા. ઉપરાંત સમાજના વિદ્યાર્થીઓએ પણ શિક્ષણના મહત્વ અંગે અસરકારક વક્તવ્ય રજૂ કરીને સૌનું મન મોહી લીધું હતું.

કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન રમજાનભાઈ કુંભાર અને ઈસ્માઈલભાઈ કુંભાર (નેત્રા) દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ કચ્છ કુંભાર સમાજના પ્રથમ શિક્ષક તરીકે ઓળખાતા કુંભાર જુસબભાઈ જખૌવાલાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર સમાજ માટે ગૌરવની ક્ષણ બની હતી.

કાર્યક્રમના અંતે મૌલાના અબ્દુલકાદિર સાહેબ તેમજ નખત્રાણા તાલુકા કુંભાર યુવા સમિતિના પ્રમુખ ઓસમાનભાઈ કુંભાર (રવાપર) દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ મહેમાનો, દાતાશ્રીઓ, આગેવાનો, વડીલો, યુવાનો તથા સહયોગીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર શૈક્ષણિક સન્માન સમારોહને સફળ બનાવવા માટે નખત્રાણા તાલુકા કુંભાર યુવા સમિતિ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી. સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને નવી પેઢી ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધે તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલો આ કાર્યક્રમ સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો.

"શિક્ષિત સમાજ જ સમૃદ્ધ સમાજનું નિર્માણ કરે છે, અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન એ સમાજના ઉજ્જવળ ભવિષ્યમાં કરેલું શ્રેષ્ઠ રોકાણ છે." 

રિપોર્ટર: કુંભાર સદામ હુશેન જાકબ નખત્રાણા કચ્છ

Popular posts from this blog

યાકુબ મુતવા ને કલેકટર ઓફિસમાં ખુલ્લેઆમ ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા આપી ધમકી

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ચાલતા લુણી મધ્યે ના સ્વનિર્ભર તાલીમ કેન્દ્ર ની તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા

નખત્રાણા તાલુકાના આમારા તથા ખીરસરા(નેત્રા) ગામોની સીમ વિસ્તારમાં આવેલ અલગ-અલગ પવનચક્કીઓમાં લાગેલ અર્થિંગ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ