પીડિત પરિવાર ના જીવન પર જોખમ હોવાની આશંકા કંડલા મરીન પોલીસ સ્ટેશન માં પી. આઈ શ્રી ને આવેદન આપી રજૂઆત
યુવકના શંકાસ્પદ મૃત્યુની ઘટના સંદર્ભે બહુજન આર્મી સંગઠન દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને મુક્ત યુવકના પરિવારજનોને ન્યાય અપાવવા અને સમગ્ર પ્રકરણની પારદર્શક તથા નિપક્ષ તપાસ હાથ ધરે તે હેતુસર બહુજન આર્મીના આગેવાનોએ અને કાર્યકર્તા હોય મોટી સંખ્યામાં કંડલા મરીન પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા ઘટના અંગે વિગતવાર રજૂઆત કરતા સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતક યુવકના પરિવારજનો દ્વારા અગાઉથી જ શંકા ના ડાયરામાં આવતી ચાર અલગ અલગ વ્યક્તિઓ સામે નામ જોગ શંકા વ્યક્ત કરવામાં આવી છે આ ગંભીર બાબત ને ધ્યાને રાખી ને પોલીસે આ દિશામાં સધન અને નિપક્ષ તપાસ કરવી અત્યંત આવશ્યક છે જેથી સત્ય બહાર આવી શકે અને દોશીતો સામે કાયદેસરની કડક કારવાહી થઈ શકે વધુમાં પીડિત પરિવારજનોના જીવન ઉપર હાલ જોખમ હોવાની ગભીર આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે પરિવારની સુરક્ષા ને સર્વોપરી ગણીને તેમને તાત્કાલિક ધોરણે યોગ્ય પોલીસ રક્ષણ પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે તેવી સખત માંગ સાથે કંડલા પોલીસ સ્ટેશન ના પી.આઈ શ્રી ને સત્તાવાર રીતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે
રિપોર્ટર ભાવેશભાઈ રાઠોડ