મહીસાગર જિલ્લાના આંગણવાડી કાર્યકર બહેનનું તેમના ઉપરી અધિકારીઓના ટોર્ચર ના કારણે મૃત્યુ થતા યુનિયન આગેવાનોએ તેમના પરિવાર ની મુલાકાત લીધી, ન્યાય અપાવવા રણનીતિ બનાવી

 


અખબારી યાદી 26 મે 2026 

 કામનો બોજ, 75% પગાર કાપ અને અધિકારીઓના માનસિક ટોરચરિંગના કારણે મહીસાગર જિલ્લામાં  આંગણવાડી કાર્યકર નો  લેવાયેલો ભોગ. કોમા બાદ મોત.. ફેકટ ફાઇન્ડિંગ ટીમ ની મુલાકાતમાં ઘટસ્પોટ 

 છ માસથી પોષણ આહાર ના બિલોના ચુકવણા ના થતા આંગણવાડી વર્કર આર્થિક મુસીબતમાં 

 મુખ્યમંત્રી અને ચાર કેબિનેટ મિનિસ્ટરોની હૈયાધારણા છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંગણવાડી વર્કરોમા ભારેલા અગ્નિની સ્થિતિ 

 સરકારે દેવાળું ફૂંક્યું છે?પાંચ મહિના ના બિલો સહિત અનેક ખર્ચના બીલો બાકી... આંગણવાડી વર્કર લેણિયાત બની 


----------------------------

 સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની અખબારી યાદીમાં જણાવાયું છે કે 

 આજરોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ગામ લીંબડી ખાતે ફેક્સ ફાઈન્ડિંગ ટીમની મુલાકાત લેવામાં આવી હતી.

 સીટુ ના મહામંત્રી અરુણ મહેતા, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાશબેન રોહિત, ઉપપ્રમુખ નસીબ બેન મકરાણી, સી ટુ ના ઉપપ્રમુખ અશોકભાઈ સોમપુરા, મંત્રી ડાયાભાઈ જાદવ, ડીવાયએસઆઇ ના રાજ્ય કન્વીનર ચંદ્રપાલ સિંહ, તથા ગુજરાત આશા હે ના ગુજરાતના ઉપપ્રમુખ અશુમતીબેન પરમાર ની બનેલી ટીમે અવસાન પામેલ આંગણવાડી વર્કર સ્વ્. મનીષાબેન નિલેશભાઈ ના ઘર ની મુલાકાત લઇ તેમના સ્વજનોને શાંતવન આપ્યું હતું તથા અવસાન પામેલ સ્વ્. મનિષાબેન ના પતિ નિલેશભાઈ, નણંદ કે જેઓ કે જેવો સતત મનિષાબેન સાથે હોસ્પિટલમાં રહ્યા હતા તે દીનાબેન અરવિંદભાઈ વણકર સહિતના ગ્રામ્યજનોના નિવેદન લેવામાં આવ્યા હતા અને તેમાંથી ફલિત થતું હતું કે 

 મહીસાગર જિલ્લાના બાલા શિનોર તાલુકા માં આંગણવાડી વર્કર તરીકે સેવા બજાવતા મનિષાબેન પરમાર નું, અધિકારીઓ દ્વારા કામના બોજનું માનસિક ટોરર્ચિંગ, ખુદ પ્રોગ્રામ ઓફિસર ની વિઝિટ બાદ તેઓની સૂચનાથી 75% પગારમાં કાપના હુકમ તથા મોબાઈલ ખોવાઈ જવાના ટોર્ચિંગને કારણે આંગણવાડી વર્કરને તારીખ 18 5 26 ના રોજ બાલાસિનોરની કે એમ જી હોસ્પિટલમાં બે દિવસ દાખલ કરાયા હતા અને ત્યારબાદ તબિયત વધુ બગડતા  કોમોમાં સરી જતા અમદાવાદ શોલા હોસ્પિટલ માં દાખલ કરાયેલ અને ત્યારબાદ તારીખ 24 ના મોડી સાંજે તેઓનું અવસાન થતાં ગુજરાતના આંગણવાડી વર્કરોમાં ભારે રોષ ઉભો થયો છે. તારીખ 2 મે ના રોજ મહીસાગરના પ્રોગ્રામ ઓફિસર અને અધિકારીઓ, દ્વારા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી આંગણવાડી વર્કરે ટેટની પરીક્ષા માટે રજા રિપોર્ટ ભર્યા છતાં અને સુપરવાઇઝરને તે આપ્યા છતાં આ વિઝીટ રાખવામાં આવી હતી અને ફરજિયાત આંગણવાડી કેન્દ્રમાં બોલાવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ પ્રોગ્રામ ઓફિસર સીડીપીઓ સુપરવાઇઝર તથા એન એન એમ દ્વારા આંગણવાડી વર્કરોને ધાક ધમકીથી ટોર્ચિંગ નો સિલસિલો શરૂ થયો હતો અને આઇસીડીએસ ગ્રુપમાં આ વિઝીટ નો વિડીયો ફરતો કરવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ આંગણવાડી વર્કરની મિટિંગમાં મનીષાબેનને ઉભા કરીને અધિકારીઓ દ્વારા અપમાનિત ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને ખુદ સીડીપીઓ ઓફિસ દ્વારા અને પી.ઓ ઓફિસ દ્વારા આ બેનની વિડીયો ફરતી કરીને બદનાક્ષી કરવામાં આવી હતી, તેના ટેન્શનમાં મનીષાબહેનનો સરકારી મોબાઈલ ખોવાઈ જતા સ્થાનિક અધિકારી દ્વારા વારંવાર  ફોન દ્વારા પોલીસ ફરિયાદ કરવાનું દબાણ કરવામાં આવ્યુ હતુ અને મોબાઈલના રૂપિયા 40,000 જમા કરવા માટે ધમકી આપવામાં આવી હતી તે કારણે ટેન્શનમાં વધારો થયો હતો, અને તેને કારણે સ્વ્. મનિષાબેન ને માનસિક આઘાત લાગ્યો હતો. તબિયત લથડતા અમદાવાદ સોલા હોસ્પિટલમાં બે વાર હૃદય બંધ પડ્યું છતાં શોખ ટ્રીટમેન્ટ આપીને ફરી હૃદય ધબકતું કરાયું હતું પરંતુ અંતે આ આઘાત થી સ્વ મનીષાબેનનું તારીખ 24 5 2026 ના રોજ હોસ્પિટલમાં અવસાન થયું હતું. મહીસાગર ના પ્રોગ્રામ ઓફિસર શ્રી તથા સીડીપીઓ અને સુપરવાઇઝરો દ્વારા તેમજ સ્થાનિક સ્ટાફ દ્વારા આંગણવાડી વર્કરોને રોજેરોજ ટોર્ચિંગ કરવાની, ભાગ ધમકી આપવાની કરવાની ફરિયાદ તારીખ આઠમી મેના રોજ યુનિયન દ્વારા ગુજરાતના મહિલા બાળ વિકાસ સચિવ શ્રી તથા કમિશનરની હાજરીમાં ફરિયાદ કર્યા છતાં મહીસાગરમાં બહેનો ઉપર કામનું ટોર્ચિંગ ચાલુ રખાયું હતું અને પરિણામે આંગણવાડી વર્કર નો ભોગ લેવાયો છે. 

 આશ્ચર્યજનક રીતે સત્તાના મધમા બેફામ બનેલા સ્થાનિક અધિકારીઓ દ્વારા એકલા મહીસાગર જિલ્લામાં કામગીરી બજાવ્યો હોવા છતાં આડેધડ માસિક રૂપિયા 2000 થી માંડી અને સાડા સાત હજાર સુધીનો પગાર કાપ પ્રોગ્રામ ઓફિસરની સૂચનાથી કરાયો છે તેવી વિગતો પણ આજરોજ મળી હતી. આવો કોઈ જ અધિકાર નિયમોમાં અધિકારીને આપવામાં આવેલ નથી અને સરકાર જાણે અત્યંત મુશ્કેલી વચ્ચે જીવતી આંગણવાડી વર્કર અને હેલ્પરો બેનો ઉપર આતંકવાદીઓ સામે તૂટી પડતી હોય તે રીતે જંગ લડવા નીકળી હોય તેવા પ્રકારનું વર્તન સ્થાનિક અધિકારીઓ દ્વારા કરાયો હોવાની વિગતો પણ બહાર આવી હતી. અવસાન પામેલ અને ભોગ બનેલ સ્વ મનીષાબેન નો કાયમી ધોરણે ૭૫ ટકા પગાર કાપવાનો મેસેજ પણ ફરતો કરવામાં આવ્યો હતો અને ૭૫ ટકા પગાર કાપવામાં આવ્યો હતો તેમનો શું કસૂર હતો તે અંગેની કોઈ જ નોટિસ કે પત્ર સીડીપીઓ કે સુપરવાઇઝર દ્વારા કરવામાં આવી ન હતી અને ખુલાસા ની કોઈ તક આપવા વિના સીધે સીધો 75 ટકા પગાર આપવામાં આવ્યો હતો જે તદ્દન નિયમ વિરુદ્ધ છે અને બંધારણ વિરુદ્ધ છે અને બાલાસિનોર ના યોજના અધિકારી ખુલ્લમ ખુલ્લી રીતે આંગણવાડી વર્કરો ને કહેતા હતા કે હું ધુરંધર છું, હું કોઈને પણ છોડીશ નહીં અને કોઈ મારું કંઈ જ બગાડી શકવાના નથી  એમ કહેતા હતા તે જ હકીકત બતાવે છે કે માનવતા વિહોણા વર્તન દ્વારા આંગણવાડી વર્કરો ને માનસિક તોડી પાડવાનું કામ અધિકારીઓ એ કર્યું છે અને તેથી તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ આંગણવાડી વર્કરો અતિ મહત્વની રાષ્ટ્રીય ફરજ બજાવતા હોવાનું સન્માન આપ્યું હોવા છતાં અને દેશમાંથી પોલિયો જેવી મહામારીને નાબૂદ કરવાનું કામ કર્યું હોવા છતાં સ્થાનિક અધિકારીઓએ જે ટોર્ચિંગ કર્યું અને તેના પરિણામે સમગ્ર ગુજરાત નો મહિલા અને બાળ વિકાસ વિભાગ કલંકિત બન્યો છે તે સામે પગલાં લેવા અત્યંત જરૂરી છે  અગાઉ પણ મોરબી જિલ્લામાં આંગણવાડી વર્કર ઉપર અધિકારીના બેફામ વાણીવિલાસના પરિણામે આંગણવાડી વર્કર બેભાન બની ગયા હતા અને તે સંદર્ભે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા સચિવ શ્રી ને આવી ઘટના ન બને તે માટે પત્ર લખેલો હોવા છતાં મહિલા અને બાળ વિકાસના અધિકારીઓ દ્વારા અત્યંત ઓછા પગારમાં કામ કરનારી બહેનો ઉપર કામનો બોજ વધારવામાં આવી રહ્યો હતો અને માનસિક ટોર્ચિંગ કરવાનું ચાલુ રખાયું હતું અને છેવટે આંગણવાડી વર્કર બહેનનું અવસાન થતાં ગુજરાતના મહિલા બાળ વિકાસ વિભાગ ઉપર કલંરૂપ ઘટનાનો દાગ લાગેલ છે.

 આજરોજ આ અંગે મુખ્યમંત્રી શ્રી તથા કેબિનેટ મંત્રીશ્રીઓને ફરિયાદ કરવામાં આવેલ છે. તેમજ આંગણવાડી વર્કરને સરકાર દ્વારા 20લાખ રૂપિયાનું વળતર આપવા તથા ઉચ્ચકક્ષાની રાજ્ય કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવા માગણી કરવામાં આવેલ છે. તેમજ આંગણવાડી વર્કરને એક જ આઠ વર્ષનું બાળક છે દલિત કુટુંબમાંથી આવે છે અને માત્ર 27 વર્ષની ઉંમરમાં જ આ દુઃખદ ઘટના બની છે  અને તેમના પતિ પણ પરચુરણ મજૂરી કરીને કુટુંબનું ગુજરાન ચલાવતા હોય ને માત્ર ને માત્ર આંગણવાડી વર્કર બહેન ઉપર કુટુંબનું ભરણ પોષણ થતું હોય સરકારે તેમના કુટુંબમાંથી એક વ્યક્તિને નોકરી આપવી જોઈએ તેવી પણ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા માગણી કરવામાં આવી છે. જો દિવસ આઠમાં આ પગલાં ન ભરાય તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરાશે તેમ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની યાદીમાં જણાવાયું છે.

 તારીખ 10 મી માર્ચ 2025 ના રોજ મુખ્યમંત્રીશ્રી દ્વારા , 23મી માર્ચ 2026 ના રોજ ચાર જેટલા કેબિનેટ મિનિસ્ટરો સાથે યોજાયેલી બેઠકમાં અપાયેલી હૈયા ધારણા છતાં  કાળજાળ મોંઘવારી છતાં આંગણવાડી વર્કરોના નજીવા પગારોમાં કોઈ જ વધારો ન કરાતા તેમજ રજૂ કરાયેલ મુખ્ય સાત જેટલા પાયાના પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા આંગણવાડી વર્કરો માં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે એટલું જ નહીં પરંતુ 23મી માર્ચના રોજ ચાર મિનિસ્ટરોની હાજરીમાં આંગણવાડી વર્કરોએ પોતાના ખિસ્સામાંથી બાળકોના પોષણ આહાર માટે ચૂકવેલ પૈસાના બિલો પણ ચૂકવી આપવાના નિર્ણય છતાં એક પણ પૈસો ચૂકવાયો ન  હતો . તેમજ એક વર્ષથી મોબાઇલ ઈન્સેટિવ ની રકમો પણ ન ચૂકવતા આંગણવાડી વર્કરો દ્વારા સરકારને ચેતવણી આપીને જણાવેલ છે કે વર્તમાન મોંઘવારીના સમયમાં જો પગાર વધારો ન કરાય તેમ જ કેબિનેટ મિનિસ્ટરો સમક્ષ રજૂ કરાયેલ પ્રશ્નોનો ઉકેલ ન લાવવામાં આવે તો ગુજરાતમાં એક લાખ જેટલી આંગણવાડી વર્કરો . આંદોલનનો પ્રારંભ કરશે.

 કામના બોજ ની મુસીબતોનો સામનો કરેલ આંગણવાડી વર્કરો તથા આશાવરકરો ને મશીન સમજીને હવે વસ્તી ગણતરીનું કામ પણ સોંપવામાં આવતા આંગણવાડી બહેનો માનસિક રીતે પડી ભાંગેલ છે, અને તેથી વસ્તી ગણતરીના કામનો પણ આંગણવાડી વર્કરો એ બહિષ્કાર કરવાનો નિર્ણય કરેલ છે. 

પ્રખ્યાત ગુજરાત ન્યુઝ સાથે રિપોર્ટર ભાવનાબેન પોકાર 

Popular posts from this blog

યાકુબ મુતવા ને કલેકટર ઓફિસમાં ખુલ્લેઆમ ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા આપી ધમકી

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ચાલતા લુણી મધ્યે ના સ્વનિર્ભર તાલીમ કેન્દ્ર ની તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા

નખત્રાણા તાલુકાના આમારા તથા ખીરસરા(નેત્રા) ગામોની સીમ વિસ્તારમાં આવેલ અલગ-અલગ પવનચક્કીઓમાં લાગેલ અર્થિંગ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ