સંનિષ્ઠ અધિકારી નો વિદાય સન્માન સમારોહનું આયોજન
કચ્છના નખત્રાણા તાલુકાના ICDS વિભાગ માં મુખ્યસેવીકા શ્રીમીનાબેન ગોર અને શ્રીહંસાબેન વાઘેલા જેઓ ની નોકરી ની શરૂઆત પહેલા એક આંગણવાડી વર્કર તરીકે કરેલ અને આંગણવાડી વર્કર તરીકે ની એમની સારી કામગીરી કરેલ ત્યારબાદ સુપરવાઈઝર નું પ્રમોશન મળ્યું ત્યારબાદ સુપરવાઇઝર તરીકે સુંદર કામગીરી બજાવેલ ને મુખ્ય સેવિકા ની કામગીરી સાથે સીડીપીઓ ક્લાસ ટુ અધિકારી ની પરીક્ષા આપીને પરીક્ષામાં પાસ થઈને એમને હાલે તાજેતરમાં બંને મુખ્યસેવીકાઓને CDPO તરીકે ક્લાસ ટુ અધિકારી તરીકે તારીખ: ૦૮/૦૬/૨૦૨૬ ના રોજ બઢતી મળતા તે બદલ તેઓનું તારીખ.૧૧/૦૬/૨૦૨૬ ના રોજ વિદાય સમારોહ રાખવામાં આવેલ હતું જેમાં નખત્રાણા-કચ્છ ICDS નો તમામ સ્ટાફ અને નેત્રા-કચ્છ સેજા ના બિનાબેન દવે , પોકાર ભાવનાબેન , અનસૂયાબેન સોલંકી, અને અન્ય વર્કર/હેલ્પર બહેનો તરફથી શ્રી મીનાબેન ગોર અને શ્રીહંસાબેન વાઘેલા ને વિદાય માન આપવામાં આવ્યુ હતું ઉપરોક્ત વિદાય સમારોહ નો કાર્યક્રમ CDPO મેડમ શ્રીશાંતાબા ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતું શ્રી મીનાબેન ગોર અને શ્રીહંસાબેન વાઘેલા ની વર્કર બહેનો અને ICDS સ્ટાફ ની સાથે નિષ્ઠા પૂર્વ કરેલ નોકરી અને એમની લાગણી સાથેની કામગિરિ ને બિરદાવવામાં આવેલ જે હંમેશ ને માટે બધા ને યાદ રહેશે ઉપરોક્ત કાર્યક્રમમાં નખત્રાણા-કચ્છ ના તમામ સુપરવાઈઝરો અને ICDS નો સમગ્ર સ્ટાફ હાજર રહેલ હતો આ વિદાય સમારોહ નેત્રા-કચ્છ સેજાના વર્કર બહેનો તરફથી કરવામાં આવેલ હતો રિપોર્ટર ભાવનાબેન પોકાર રસલીયા કચ્છ
