વેલસ્પન ફાઉન્ડેશન ફોર હેલ્થ & નોલેજ નખત્રાણા દ્વારા જીયાપર ગામ ખાતે આજે માનવ શરીર ઉપર થતી જંતુનાશકોનાં જોખમો ઘટાડવા જાગૃતિ અભિયાન અંગેની ખેડૂતોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં મંજલ, મંગવાણા માધાપર, અને જીયાપર નાં મળી કુલ 110 ખેડૂતોએ હાજરી આપી હતી જેમાં તાલીમના મુખ્ય એજન્ડામાં ભુમિત્રા એપ્લિકેશન માં ખેડૂતોની નોંધણી, PPE કિટનું વિતરણ, કપાસની અલગ અલગ જાતો, તેની ખાસિયત,સજીવ ખેતી, બિયારણની સારવાર , કોવિડ-19 જાગૃતિ, અને સરકારી યોજના કિસાન સન્માન નિધિ યોજના માં આધાર કાર્ડ લિંક જેવા મુદ્દા ની ચર્ચા કરવામાં આવી હતી આ મીટીંગ શ્રી મનીષ ધાંધલા દ્વારા બધા ગામોનું સંકલન કરી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ શ્રી ભુપતભાઇ લકુમ દ્વારા ખેડૂતોને બિયારણની માવજત, સજીવ ખેતી અને બૂમિત્રા એપ્લિકેશન માં ખેડૂતોની જાગૃતિ, જમીનમાં ઓર્ગેનિક કાર્બન કેવી રીતે વધારી શકાય અને અન્ય બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.અને યોગેન્દ્ર સિંહ જાડેજા દ્વારા કપાસના બિયારણ,સીડ્સ પ્લાન્ટર અને બુમ સ્પ્રેયર જેવી નવી ટેક્નોલોજી ની માહિતી આપેલ હતી બધા ખેડૂતો એ રસપૂર્વક ભાગ લીધો હતો કુલ ચાર ગામોની એક મોટી ઇવેન્ટ કરવામાં આવી હતી

Popular posts from this blog

યાકુબ મુતવા ને કલેકટર ઓફિસમાં ખુલ્લેઆમ ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા આપી ધમકી

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ચાલતા લુણી મધ્યે ના સ્વનિર્ભર તાલીમ કેન્દ્ર ની તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા

નખત્રાણા તાલુકાના આમારા તથા ખીરસરા(નેત્રા) ગામોની સીમ વિસ્તારમાં આવેલ અલગ-અલગ પવનચક્કીઓમાં લાગેલ અર્થિંગ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ