શંકાસ્પદ બોકસાઈટ ભરેલ બે ટ્રકોને પકડી પાડતી નખત્રાણા પોલીસ


મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ ,સરહદી રેન્જ,કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ઇન્ચાર્જ DYSP શ્રી એમ.જે.ક્રિશ્રિયન સાહેબ નાઓએ જીલ્લામાં ગેરકાયદેસર રીતે થતા ખનીજની હેરાફેરી અટકાવવા સુચના આપેલ હોય જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેકટર ડી.એસ.ઈશરાણી સાહેબ તથા પોલીસ સબ ઈન્સપેક્ટર આર.ડી.બેગડીયા સાહેબ તથા ડ્રા.પો.હેડ કોન્સ મહાવિરસિંહ પ્રવિણસિંહ જાડેજા નાઓ બેરુનાકા પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન શંકાસ્પદ રીતે બોકસાઇટ ભરેલ બે ટાટા ટેલર ટ્રક આવતા તેને રોકાવી બંને ટાટા ટેલર ટ્રકનું વે બ્રિજ પર વજન કરાવતા રોયલ્ટીમાં દર્શાવેલ વજન અને વે બ્રિજ પર કરાવેલ વજનમાં તફાવત આવેલ હોય જેથી નીચે મુજબના વાહનો પકડી પાડી ખાણ ખનીજ ધારા કલમ-૩૪ મુજબ વાહનો ડિટેઈન કરી આગળની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગ ભુજ-કચ્છ તરફ મોકલી આપવા તજવીજ કરેલ છે. ડિટેઇન કરેલ વાહન/ડ્રાઈવરની વિગત 
(1) GJ-12-BX-9892 વાળીના ચાલક વિરમભાઈ ભીખાભાઈ રાઠોડ રહે.ગામ શીહણ તા.ખંભાળીયા જિ.દેવભુમિ દ્વારકા
(2) GJ-12-BY-2800 વાળીના ચાલક ભોલાભાઈ જાડાભાઈ બાંભવા રહે.કુહાડીયા તા.ખંભાળીયા જિ.દેવભુમિ દ્વારકા
આમ ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.એસ.ઈસરાણી તથા પો.સ.ઇ આર.ડી.બેગડીયા સાહેબ તથા ડ્રા.પો.હેડ કોન્સ મહાવિરસિંહ પ્રવિણસિંહ જાડેજા નાઓ જોડાયેલ હતા
રિપોર્ટર: રમજાન રાયમા ઐયર કચ્છ સંપર્ક નંબર ૯૭૨૫૧ ૨૯૫૪૨ 

Popular posts from this blog

યાકુબ મુતવા ને કલેકટર ઓફિસમાં ખુલ્લેઆમ ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા આપી ધમકી

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ચાલતા લુણી મધ્યે ના સ્વનિર્ભર તાલીમ કેન્દ્ર ની તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા

નખત્રાણા તાલુકાના આમારા તથા ખીરસરા(નેત્રા) ગામોની સીમ વિસ્તારમાં આવેલ અલગ-અલગ પવનચક્કીઓમાં લાગેલ અર્થિંગ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ