વડીલોની વૃક્ષો ઉછેર પ્રતે ની ભાવનાનુ પ્રેરણા દાઇ ઉદાહરણ રૂપ કાર્ય એક વૃક્ષ ઉછેર ના કાર્ય અસંખ્ય વૃક્ષો વાવેતર ની ૮૦ વર્ષ ના માજીની પ્રેરણારૂપ વાત


 માજી ગંગા સ્વરૂપ લખમાબેન ચાવડા આજે પણ માટીના માટલાનું પાણી પી એ છે જે માટલુ છ દાયકા પુરાણુ છે

નખત્રાણા તાલુકાનું દેશલપર (ગુંતલી) ગામે રહેતામાજી ગંગા સ્વરૂપ લખમાબેન રમુભાઇ ચાવડા જેવોની ઉંમર 80 વર્ષ ની છે જેવોના ઘરના આંગણામાં વાવેલ લીમડાના ઝાડ(વૃક્ષ) ની ઉછેર ને વૃક્ષ પ્રતેની ભાવના એ સૌ માટે પ્રેરણા દાઇ ઉદાહરણ રૂપ કાર્ય છે જે લીમડાનું વૃક્ષ અંદાજિત 55 વર્ષ જુંનુ છે જેના વિશે વાત કરતા માજી ગંગા સ્વરૂપ લખમાબેન ચાવડા જેવો એ લીમડા વૃક્ષ ને ગામના તળાવ માંથી પાણી ભરીને પીવડાવી ઉછેર કરેલ છે તેમજ વૃક્ષ વાવેતર નો શોખ ના લીધે તેમજ આંગણ નું નાનુ હોવાથી વૃક્ષ ઉછેર માં મુશ્કેલીઓ હતી પણ વૃક્ષ તો જોઈએ આંગણે એવી કોઠાસુઝ હોવાથી વૃક્ષ કોઈ દિવસ અમને નડતર રૂપ નથી લાગ્યુ આ વડીલોની વૃક્ષ ઉછેર ને વૃક્ષો પ્રતે ની પ્રેમ ભાવના આપણા સૌ ને વૃક્ષારોપણ તરફ પ્રહેરે છે.લખમાબેન આજે પણ માટીના માટલાનું પાણી પી એ છે જે માટલુ 60 વર્ષ જુનું છે મિત્રો વડીલો ની કોઈ પણ વસ્તુ સાચવળી કેટલી હશે એ દેખાય છે ને આ માટલુ જોતા એક સીખ મળે છે કોઈ વસ્તુ કઇ રીતે સંભાળી રાખવી માજી નાં પુત્ર રવજીભાઇ ચાવડા આ વાતના સાક્ષી તરીકે સુર પુરાવતા જણાવેલ કે અમોના પિતાજી ને વૃક્ષો વાવવાનો ને ઉછેર કરવાનો શોખ હતો અમારા આગણે બે વૃક્ષ છે એક લીંમડાનુ ને બીજું ગુલમોહરનું ને લીમડાનું વૃક્ષ ફાયદાકારી છે પોતાના અનુભવ કહેતા કહે છે કે હું દરોજ લીમડાના પાન ચાવું છું જેના કારણે રોગ પ્રતિકાર શક્તિ વધે છે ને લીમડાના વૃક્ષ ના છાયણા ના કારણે અમારૂ ઘર ઠંડુ રહે છે જ્યારે વિજ પુરવઠો ન હોય ને ગરમીના દિવસો હોય ત્યારે લીમડાનો છાયડો અમારા માટે ગરમીથી રાહત રૂપ થાય છેઅમો આરામ થી સુઇ શકીએ છીએ તેમજ લીમડાના છાયડે બેસવાથી અમને આનંદ થાય છે આમ વૃક્ષો આપણા માટે ખૂબ મહત્ત્વના છે એ સમજણ કેળવી વૃક્ષારોપણ કરી એ જેથી આપણું તેમજ આવનાર પેઢી માટે શુધ્ધ વાતાવરણનું નિર્માણ કાર્ય કરી શકીએ એવા શુભ સંદેશ સાથે વડીલો ને વંદન કરતા દેશલપર ગુંતલી ગામના સામાજિક કાર્યકર જગદીશ દવે (સત્ય પ્રેમ કરૂણા) એ જણાવ્યુ હતુ રિપોર્ટર રમજાન રાયમા ઐયર કચ્છ

Popular posts from this blog

યાકુબ મુતવા ને કલેકટર ઓફિસમાં ખુલ્લેઆમ ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા આપી ધમકી

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ચાલતા લુણી મધ્યે ના સ્વનિર્ભર તાલીમ કેન્દ્ર ની તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા

નખત્રાણા તાલુકાના આમારા તથા ખીરસરા(નેત્રા) ગામોની સીમ વિસ્તારમાં આવેલ અલગ-અલગ પવનચક્કીઓમાં લાગેલ અર્થિંગ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ