ભુજ ખાતે 15 મી ઓગસ્ટ 2025 ના રોજ 79 માં સ્વાતંત્રતા દિવસ નિમિત્તે ફ્રુટ વિતરણ કરવામા આવ્યું


 કચ્છ જિલ્લા ની સમાજીક સંસ્થા ઈસ્લાહૂલ મુસ્લેમિન કચ્છ ધ્વારા આઝાદી ના ૭૯ મા પર્વ નિમિત્તે ભુજ શહેર ની જી.કે જનરલ હોસ્પિટલમાં તથા ઝૂંપડપટ્ટી વિસ્તારો મા ફ્રુટ અને બિસ્કીટ સહિત વાનગીઓ નું વિતરણ કરવામા આવ્યો હતો. આજ રોજ સંસ્થા ના પ્રમુખ સિકંદર ભાઈ સમેજા નાં અધ્યક્ષતા માં યોજાયેલા કાર્યક્રમમાં શહેર ના ઝુંપડપટ્ટી વિસ્તારોમાં ગરીબ શ્રમજીવી પરિવારના લોકો ની સાથે આજનાં રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને ફળ ફળાદી બિસ્કીટ નું વિતરણ સાથે આજનાં દિવસ નું મહત્વ સમજાવવા માં આવ્યું હતું. આ સમયે "હમેં હમારા તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા" નાં સૂત્રોચ્ચાર કરી સ્લમ ઝુંપડપટ્ટી વિસ્તારોમાં લોકોએ આઝાદી નાં આ પાવન પર્વ ની ઉજવણી કરી હતી. ત્યાર બાદ સમગ્ર ટીમ જી કે જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ સાથે મુલાકાત કરી તેઓને પણ ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું આ સમયે દર્દીઓ અને તેમના સગા સંબંધી સાથે ઉપસ્થિત રહેલા વિવિધ શ્રેત્ર ના આગેવાનો અને કાર્યકરો ભાવવિભોર થયા હતા. આ પ્રસંગે ઈસ્લાહૂલ મુસ્લેમિન કચ્છ નાં પ્રમુખ સિકંદર સમેજા સાથે હાજી ઇબ્રાહિમ હાલેપોત્રા ઉપપ્રમુખ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ, અલી અસગર બાવા સૈયદ (અમીર જમાતે ઇસ્લામી કચ્છ), આમદ ભાઈ જત (ગુજરાત વકફ બોર્ડ),ફકીર મામદ ભાઈ કુંભાર (માજી નગર સેવક), ગની ભાઈ મારા (માજી નગર સેવક),રજાક ભાઈ ચાકી મુસ્તાક ભાઈ હિંગોરજા (માજી નગર સેવક),મુફ્તી યાસીન સાહેબ, ઇમરાન ભાઈ પરમાર , મોહસીન હિંગોરજા (પ્રમુખ મુસ્તફા ચેરિટેબલ ટ્રસ્ટ) , ઇમરાન જુમા ભાઈ નોડે, મહમદ ભાઈ લાખા (શહેરી જન સંઘર્ષ મંચ), કચ્છ ગુજરાત ના મશહૂર નાતખા ઝાહિદ કાનીયા, સલીમ ભાઈ મોગલ, હાજી ઇસ્માઇલ લાડકા, રમજાન સમા (રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ), અક્ષય ભાઈ મહેશ્વરી, ફારુક ભાઈ સમા, રમજુભા રાયમા, જાવેદ ભાઈ સુમરા,ઇરફાન કાનીયા, ઈદ્રીસ સુમરા, શહેઝાદ સમા, રફીક બાવા (માનવ જયોત),અશરફ ભાઈ ઝેરીઆ, અલીભાઈ સમા, રોશન ચાકી, અનીસ ભાઈ જુણેજા (ભીમ આર્મી) , ઈસ્માઈલભાઈ ઘાંચી, હાજી સિકંદર ચાકી, શોએબ મંમણ, ઇમરાન કુંભાર, મોહમદ ખલીફા, ઇકબાલ ખલીફા, અબદુલસતારભાઈ, ઇમ્તિયાઝ ભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થા દ્વારા કરવામાં આવેલ કામગીરી નેં બિરદાવી હતી રિપોર્ટર રમજાન રાયમા ઐયર કચ્છ સંપર્ક નંબર 9725129542 / 9106850648

Popular posts from this blog

યાકુબ મુતવા ને કલેકટર ઓફિસમાં ખુલ્લેઆમ ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા આપી ધમકી

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ચાલતા લુણી મધ્યે ના સ્વનિર્ભર તાલીમ કેન્દ્ર ની તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા

નખત્રાણા તાલુકાના આમારા તથા ખીરસરા(નેત્રા) ગામોની સીમ વિસ્તારમાં આવેલ અલગ-અલગ પવનચક્કીઓમાં લાગેલ અર્થિંગ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ