ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ માં ડો. રેશ્માબેન મેમણ ની મહારાષ્ટ્ર મહિલા વિભાગના પ્રમુખ તરીકે, મામદભાઈ શેખ ની કચ્છ જીલ્લા ઉપપ્રમુખ તથા નાઝમીનબેન માંજોઠી ની કચ્છ જીલ્લા મહિલા વિભાગ માં મહામંત્રી તરીકે વરણી કરાઈ
અંજાર-કચ્છ ખાતે તા. ૩૧/૧૦/૨૦૨૫, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા કચ્છ ભરમાં મહિલાઓ માટે સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો ચાલી રહ્યા છે તેમજ સંસ્થા ના નવા પ્રોજેક્ટ મહિલા સશક્તિકરણ અભિયાન માં મહિલા સાક્ષરતા મિશનમાં નિરક્ષર મહિલાઓ ને પ્રાથમિક શિક્ષણ આપી સાક્ષર બનાવવાના પ્રયાસો સંસ્થા દ્વારા ચાલી રહ્યા છે. સંસ્થા એ પોતાના આરોગ્ય, શૈક્ષણિક તેમજ સામાજિક અને સેવાકીય કાર્યોને વિસ્તૃત કરવા સંસ્થા દ્વારા મુંબઈ મહારાષ્ટ્ર માં નેચરોપેથી કન્સલ્ટન્ટ ડો.રેશ્માબેન મેમણ ની વરણી મહારાષ્ટ્ર રાજ્ય ના મહિલા વિભાગના પ્રમુખ તરીકે કરાઈ છે તથા અંજાર નગરપાલિકા ના રીટાયર્ડ અધિકારી મામદભાઈ શેખ ની વરણી કચ્છ જીલ્લાના ઉપપ્રમુખ પદે કરાઈ છે તેમજ મહિલા સશક્તિકરણ માટે સતત કાર્યરત રહેતા નાઝમીનબેન માંજોઠી ની વરણી કચ્છ જીલ્લા મહિલા વિભાગમાં મહામંત્રી તરીકે કરી છે.
આ વરણી ને ઇત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ ના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરીયા, સીનીયર ટ્રસ્ટી હાજી જુમ્માભાઈ રાયમા, તેમજ ગુજરાત પ્રદેશ ના પ્રમુખ ઇનામુલહક્ક ઈરાકી, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-કચ્છ ના પ્રમુખ સૈયદ હૈદરશા પીર, ગુજરાત પ્રદેશ મહામંત્રી અનવરશા સૈયદ, યુવા સમિતિના પ્રમુખ હાજી સુલતાનભાઈ માંજોઠી, આરોગ્ય સમિતિના પ્રમુખ સૈયદ હબીબશા, સંસ્થાના ટ્રસ્ટી હાજી નુરમામદભાઈ રાયમા, યુસુફભાઈ સંઘાર, નાસીરખાન પઠાણ, શાહનાવાઝભાઈ શેખ, સાદીકભાઇ રાયમા, અબ્દુલરસુલભાઈ આગરીયા, અશરફભાઈ પાસ્તા, નજીબભાઈ અબ્બાસી, રફીકભાઈ બારા, મૌલાના અબુદુજાના, મહેબુબભાઈ ભીમાણી, ઈદ્રીશભાઈ વોરા તેમજ સંસ્થા ના હોદેદારો હાજી દાઉદભાઈ બોલીયા, મોહમ્મદઅલી કાદરી, બદરુદીન હાલાણી, અકરમભાઈ કુરેશી, હાજી અ.રઝાકભાઈ ખત્રી, રફીકભાઈ તુર્ક, હાજી નુરમામદ મંધરા, હનીફભાઈ મેમણ, અબ્દુલભાઈ આગરીયા, જુસબભાઈ આગરીયા, હુશેનભાઈ આગરીયા, હારૂનભાઈ કુંભાર, સુલતાનભાઇ કુંભાર, સુલતાનભાઇ આગરીયા, અશરફભાઈ તુર્ક, ઈમ્તિયાઝભાઈ મોયડા, સીરાજભાઈ મલેક, ઓસમાણભાઈ આગરીયા, ઉમરભાઈ ખત્રી, ઈરફાનભાઈ તુર્ક, અશરફભાઈ કલર, મહેમુદભાઈ સુમરા, યુનુસભાઈ પિંજારા, રમઝાનભાઈ બાયડ, ઇકબાલભાઈ દેદા, ફકીરમામદભાઈ રાયસી, હયાતભાઈ નોડે, મૌલાના સાલેમામદ દરાડ, જુસબભાઈ આગરીયા, હુશેનભાઈ આગરીયા, સફીરભાઈ સુમરા, રમઝાનભાઈ રાઉમા, લતીફભાઈ ખલીફા, અબરારભાઈ સમા, ઉમરભાઈ જીયેજા, શબ્બીરભાઈ કુંભાર, ભીખાભાઈ ખલીફા, હાજી આદમભાઈ ખલીફા, સબ્બીરભાઈ બાયડ સંસ્થા સમસ્ત પરિવારે મુબારકબાદ પાઠવી હતી. એવું ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ના પ્રવક્તા સૈયદ જલાલશા સૈયદ ની યાદી માં જણાવ્યું હતું રિપોર્ટર: રમજાન રાયમા ઐયર કચ્છ
