ભૂકંપ ની આગાહી કરવી શક્ય નથી એવું વિજ્ઞાન કહે છે.. પણ જ્યોતિષચાર્ય મયુર જોષી એ 1ડિસેમ્બર-2025ના આગાહી કરી હતી જે સાચી પડી છે

 


કચ્છ જિલ્લાના ના મૂળ.મુરૂ ગામના અને હાલ  નખત્રાણા ખાતે નિવાસ કરતા. જ્યોતિષાચાર્ય મયુર જોશી ફરી એકવાર પોતાની જ્યોતિષીય આગાહીઓને લઈને ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર તેમની આગાહીઓ વ્યાપક ચર્ચાનો વિષય બની રહી છે. મયુર જોશી દ્વારા અગાઉ અલગ-અલગ તારીખોમાં વિમાન દુર્ઘટના, યુદ્ધ, આગ અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, ભૂસ્ખલન તથા સુનામી જેવી કુલ 22 મહત્વપૂર્ણ આગાહીઓ કરવામાં આવી હતી, જે સમયાંતરે સાચી સાબિત થઈ હોવાનું તેમના અનુયાયીઓ જણાવી રહ્યા છે. તાજેતરમાં 1 ડિસેમ્બર 2025ના રોજ ગ્રહોના વિપરીત યોગોના આધારે તેમણે ફરી આગાહી કરી હતી કે અગાઉ બનેલી ઘટનાઓ પુનરાવર્તિત થશે. હાલની પરિસ્થિતિઓ તેમની આગાહીને સાચી સાબિત કરતી દેખાઈ રહી છે. ખાસ કરીને વિવિધ દેશોમાં સતત ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. કચ્છ જિલ્લામાં માત્ર 7 કલાકના સમયગાળામાં 17 ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત તેમણે આગની ઘટનાઓ, સામાન્ય તેમજ ગંભીર માર્ગ અકસ્માતો તથા ટ્રેન દુર્ઘટનાઓ અંગે પણ આગાહી કરી હતી. નોંધનીય છે કે તાજેતરમાં ટ્રેન અકસ્માતની ઘટના બની હતી તેમજ સામાન્ય અકસ્માત બાદ વાહનમાં અચાનક આગ લાગી હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. તેમના પિતાજી રમેશભાઈ જોષી(રમેશ મારાજ મુરૂ વારા)કર્મકાંડ ક્ષેત્રે ઊંચું નામ અને ગામના અગ્રણીય સેવાભાવી વ્યક્તિત્વ એમના વાત કરતા જાણવા મળ્યું કે મયુર ને આ જ્યોતિષશાસ્ત્ર રસ નાનપણ થીજ હતું કોઈ જ્યોતિષની કોઈ યુનિવર્સિટીમાં અભ્યાસ નથી કર્યો  એ વડીલો દ્વારા આશીર્વાદ રૂપે પ્રાપ્ત થયું છે..જે જ્યોતિષ શાસ્ત્ર અમારી પેઢીદર પેઢી ચાલતું આવ્યું છે જ્યોતિષ અને કર્મકાંડ ક્ષેત્રે સક્રિય મયુર જોશી હાલ નખત્રાણા તાલુકા પંચાયતમાં ફરજ બજાવી રહ્યા છે. તેમની આગાહીઓ અને અભ્યાસને લઈને લોકોમાં રસ અને ચર્ચા સતત વધી રહી છે. રિપોર્ટર રમજાન રાયમા ઐયર કચ્છ 

Popular posts from this blog

યાકુબ મુતવા ને કલેકટર ઓફિસમાં ખુલ્લેઆમ ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા આપી ધમકી

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ચાલતા લુણી મધ્યે ના સ્વનિર્ભર તાલીમ કેન્દ્ર ની તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા

નખત્રાણા તાલુકાના આમારા તથા ખીરસરા(નેત્રા) ગામોની સીમ વિસ્તારમાં આવેલ અલગ-અલગ પવનચક્કીઓમાં લાગેલ અર્થિંગ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ