નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દારૂ અને જુગાર જેવી ગેરકાનૂની પ્રવૃત્તિ ઉપર રોક લગાવવા ભીમ આર્મી ભારત એકતા મિશન કચ્છ ટીમ દ્વારા PSI આર.ડી. બેગડિયા સાહેબ ને લેખિત મૌખિક રજૂઆત કરાઈ
કચ્છ :- નખત્રાણા પોલીસ વિસ્તારમાં દારૂ બંધી, જુગાર જેવી ગેર કાનૂની પ્રવુતિ ઉપર રોક લગાવવા ભીમ આર્મી ભારત એકતા મિશન ક્ચ્છ ટીમ દ્વારા પી.એસ.આઈ. આર ડી . બેગડિયા ને લેખિત મૌખિક રજૂઆત કરાઈ
દારૂના અને જુગાર,જેવા દુષણથી અનેક ઘર પરિવારો બરબાદ થઇ રહ્યા છે.
સમાજમાં આવા દુષણ દૂર કરવાનું સંસ્થાના કાર્યકરોએ પોલીસને જણાવાયું
નખત્રાણા તા. ૦૬-૦૩-૨૦૨૬ આજ રોજ ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી કે હાલ નખત્રાણા તેમજ નખત્રાણા પોલીસની હદમાં આવતા અનેક ગામોમાં દારૂ નું દુષણ દિવસા દિવસ વધી રહ્યું છે. બુટલેગરો બેફામ થઇ દારૂ વહેંચી રહ્યા છે. તેમજ જુગાર જેવી પણ ગેર કાનૂની પ્રવુતિઓ ચાલી રહી છે.
ત્યારે ખાસ કરીને લોકોના જીવન ઉપર તેની ખરાબ અસર પડી રહી છે. આવા દુષણના કારણે અનેક ઘર પરિવારો બરબાદ થઇ રહ્યા છે. નાની નાની વ્યના યુવાઓ આ કેમિકલ વાળા દેશી દારૂથી બીમાર પડી રહ્યા છે. મહિલાઓ ઉપર તેની ગુહસ્તી પર સીધી અસર પડી રહી છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં અનેક જગ્યાએ દારૂ ખુલ્લે આમ વહેંચાઈ રહ્યું છે. આવી ગેર કાનૂની પ્રવુતિ ઉપર વહેલી તકે રોક લાગવવામાં આવે દારૂબંધીના કાયદાનું કડક અમલવારી કરવામાં આવે અન્યથા દિવસ આઠ બાદ ભીમ આર્મી ટીમ દ્વારા જનતા રેડ કરવામાં આવશે તેમજ આવી ગેર કાનૂની પ્રવુતિ સામે લડવા પ્રજાને જાગૃત કરી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં પણ આવી છે. ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ ઇકબાલ જત, કચ્છ જિલ્લા પ્રભારી લક્ષ્મણભાઈ વાઘેલા, કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ દેવજીભાઈ મણવર કચ્છ જિલ્લા સંગઠનમંત્રી જીતુભાઈ દાફડા, કચ્છ જિલ્લા મહામંત્રી ભીમજીભાઇ બોચિયા, કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ અરવિંદ વાઘેલા, કચ્છ જિલ્લા ખજાનચી કલ્પેશ મેરીયા, કચ્છ જિલ્લા સંગઠનમંત્રી શામજીભાઈ દાફડા, કચ્છ જિલ્લા સંગઠન મંત્રી નવાબભાઇ ખલીફા, કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ આંબાભાઈ રાઠોડ, કચ્છ જિલ્લા મીડિયા કન્વીનર માવજી હિંગણા, જિલ્લા પંચાયતના સુમારભાઈ બોચિયા, નખત્રાણા તાલુકા પ્રમુખ દિનેશ ખોખર,
મહામંત્રી હીરજી જે ભદ્રુ
મહિલા સંગઠન પ્રમુખ
રાધાબેન વાઘેલા, ઉપ.પ્રમુખ ચેતનાબેન ગૌસ્વામી, મહિલા સંગઠન વિંગ જિલ્લા પ્રમુખ ભારતી બેન ગરવા સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રિપોર્ટર રમજાન રાયમા ઐયર કચ્છ
