નખત્રાણા,નરા, દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ 15 પવનચક્કીઓમાં થયેલ કેબલ ચોરી શોધી મુદ્દામાલ સાથે ચોર ટોળકી ને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ

 


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ એ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ. જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબના ઓ એ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ એ.એસ.આઇ. વિકેશભાઈ જયંતીભાઈ રાઠવા તથા પો.હેડ કોન્સ રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિસિંહ ગઢવી, લાખાભાઈ રબારી, જયદેવસિંહ જાડેજા, સુનિલભાઇ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઇ ગઢવીનાઓ પ્રાઇવેટ વાહનથી નખત્રાણા તાલુકા વિસ્તારમાં આધુનીક કીટ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા ટોડિયા ગામના ફાટક પાસે આવતા વિકેશભાઇ રાઠવા તથા લાખાભાઈ રબારીનાઓને સંયુક્ત અને ખાનગી રાહે ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ કે, "અસગર ફકિરમામદ ભજાણીયા રહે.ઘડાણી તથા સુલતાન મામદ કુંભાર રહે.નવાનગર, નખત્રાણા વાળાઓ તેઓના મળતીયાઓ સાથે એક લાલ કલરની ફોર વ્હિલ્સ કારમાં તથા એક છોટા હાથી છકડામાં કોપર વાયર ભરી રવાપર બાજુથી નખત્રાણા તરફ આવી રહ્યા છે અને તેમની પાસે રહેલ કોપર વાયર તે ચોરી કે છળકપટથી મેળવેલ છે. જેથી મળેલ સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા પાંચ ઇસમો મળી આવેલ અને તેમના કબ્જાના કોપરના વાયરોના ગુચડા હોઇ જે બાબતે મજકુર ઇસમો પાસે રહેલ વાયરો બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ. જેથી મજકુર ઇસમોની યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા જણાવેલ કે આ કોપરના વાયરો આજથી ત્રણ દિવસ પહેલા અમો ભેગા મળી નાગવીરી ગામની સીમ વિસ્તારમાં આવેલ પવનચક્કી લોકેશન નંબર-૭૬૬ વાળીનું તાડું કોસ વડે તોડી તેમાં રહેલ અથિંગ કેબલ પકડ વડે કાપી ચોરી કરેલ હતી અને આ કોપર વાયર અમે અમારી સાથેના સુલતાન કુંભારને આપેલ છે અને તેની સાથે નખત્રાણા પહોંચાડવા જઈ રહ્યા છિએ તેમજ અમારી સાથેના સુલતાન કુંભારના છોટાહાથીમાં રહેલ કોપર વાયર જે અસગર ફકીરમામદ ભજાણીયા તથા જકરીયા હાસમ સોતા, નવાબ દિના નોતીયાર તથા દાઉદ જાકબ સોતા રહે. મણકાવાંઢ તા.લખપત વાળો એમ ચાર જણાઓ સાથે મળી છેલ્લા ત્રણ મહિનાના સમયગાળામાં પાનેલી, દયાપર, જુણાચાય, મણકાવાંઢ, મોટા વાલ્કા, નાના વાલ્કા, મેઘપર વિસ્તારમાં આવેલ લોકેશન નંબરો ૭૦,૪૨૨,૭૩૦,૭૦૮,૭૦૯,૦૬૮,૦૬૯,૦૬૭,૩૨,૮૪,૧૮૩.૧૮૧,૧૦૬૧,૦૫૬ વાળાઓના દરવાજાઓ અમારી પાસે રહેલ કોસ તથા ગ્રાઈન્ડર વડે તોડી પકડ વડે અથિંગ કેબલ કાપી તેમાથી આઠ લોકેશનમાં કોપર કેબલ મળી આવેલ જેની અમોએ ચોરી કરી આ કોપર કેબલ ઘડાણી ગામની સીમમાં સંતાડી રાખેલ હતો જે આજરોજ આ અમારી સાથેના સુલતાન કુંભારને આપેલ છે જે બાબતની તેમની સાથેના સુલતાન મામદ કુંભારે સહમતી આપેલ તેમજ સાથેના માણસોએ પણ ઉપરોક્ત મુજબની હકીકત જણાવેલ જે અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ખરાઇ કરતાં નીચે મુજબનો ગુનો દાખલ થયેલ જેથી મજકુર ઇસમને BNSS ની કલમ ૧૦૬ મુજબ મુદ્દામાલ કબ્જે કરી તથા BNSS ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે. કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ મુદ્દામાલની કિ.રૂ. ૪,૦૫,૫૦૦/-) કોપરના વાયરોના ગુચડા વજન આશરે ૫૦૦ કી.ગ્રા. કિં.રૂ. ૨,૫૦,૦૦૦/-- બેટરીવાળુ ગ્રાઈન્ડર મશીન નંગ-૦૧ જેની કિ.રૂ.૫૦૦૦/-- પકડ નંગ-૦૧ જેની કિ.રૂ.૫૦૦/-- લોખંડની કોસ નંગ-૦૨ ની કિ.રૂ. ૦૦/-

 પોલો વેક્સવેગન કંપનીની લાલ કલરની ફોર વ્હિલ્સ કાર જેના રજી. નંબર- GJ-01-KS-2563 જેની કિ.રૂ. ૫૦,૦૦૦/-- ટાટા કંપનીનું છોટા હાથી રજી નંબર- GJ-12-AZ-0864 જેની કિ.રૂ. ૧,૦૦,000/-

પકડાયેલ ઇસમો:- અસગર ફકીરમામદ ભજાણીયા ઉ.વ.૨૩ રહે.મફતનગર, ઘડાણી તા.નખત્રાણા

> આમદ હનિફ નોતીયાર ઉ.વ.૨૦ રહે. મફતનગર, ઘડાણી તા.નખત્રાણા

> જકરીયા હાસમ સોતા ઉ.વ.૨૩ રહે.માણકાવાંઢ તા.લખપત

> નવાબ દિના નોતિયાર ઉ.વ.૨૩ રહે.મફતનગર, ઘડાણી તા.નખત્રાણા- સુલતાન મામદ કુંભાર ઉ.વ.૨૬ રહે.મફતનગર,નખત્રાણા પકડવાના બાકી ઇસમો

> દાઉદ જાકબ સોતા રહે.મણકાવાંઢ તા.લખપત

  નીચે મુજબનો વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ

> નખત્રાણા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૦૩૪૫/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબ - દયાપર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૦૦૭૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ- ૩૦૫(૨), ૩૨૪,૩૨૪ (૪)(૫),૬૨ મુજબ 

રિપોર્ટર રમજાન રાયમા ઐયર કચ્છ

Popular posts from this blog

યાકુબ મુતવા ને કલેકટર ઓફિસમાં ખુલ્લેઆમ ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા આપી ધમકી

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ચાલતા લુણી મધ્યે ના સ્વનિર્ભર તાલીમ કેન્દ્ર ની તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરાયા

નખત્રાણા તાલુકાના આમારા તથા ખીરસરા(નેત્રા) ગામોની સીમ વિસ્તારમાં આવેલ અલગ-અલગ પવનચક્કીઓમાં લાગેલ અર્થિંગ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ